ધ્રોલ નજીક મોડપર ગામમાં બંધ મકાનમાં સંતાડવામાં આવેલો 656 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકા ના મોડપર ગામ ની સીમ વિસ્તારમાં ગઈ રાત્રે પોલીસે ઇંગ્લિશ દારૂ અંગે બે સ્થળે દરોડા પડ્યા છે, અને ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો અને એક કાર તથા રિક્ષા છક્ડા સહિતની માલમતા કબજે કરી લઇ ૩ શખ્સોની અટકાયત કરી છે, જ્યારે અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.
સૌ પ્રથમ દરોડો ધ્રોળ પોલીસે મોડપર ગામની સીમ વિસ્તારમાં સરકારી ખરાબ નજીક આવેલા એક બંધ મકાનમાં પાડ્યો હતો.
ત્યાંથી પોલીસે ૬૫૬ નંગ નાની મોટી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો તેમજ એક ફોરવીલ કાર અને બે મોબાઈલ ફોન સહિત રૂપિયા ૪.૧૯ લાખની માલમતા કબજે કરી હતી. જયારે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા પડધરી તાલુકાના ખાખરા બેલા ગામના દિનેશ ઉર્ફે કાળુ નગારામભાઈ નાયક નામના મૂળ રાજસ્થાની શખ્સ ની અટકાયત કરી લીધી છે. ઉપરોક્ત દારૂનો જથ્થો સપ્લાય કરવામાં રાજકોટના ફિરોજ સંધીનું નામ ખુલ્યું હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
ઇંગ્લિશ દારૂ અંગેનો બીજો દરોડો જામનગર નજીક ઠેબા બાયપાસ પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક રીક્ષા છકડાને પોલીસે અટકાવીને તેની તલાસી લેતા રિક્ષામાંથી ૧૪૪ નંગે ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને રીક્ષા છકડા સહિત રૂપિયા સવા લાખની માલમતા કબજે કરી લીધી છે, અને દારૂની હેરાફેરી કરી રહેલા જામનગરના બે શખ્સ જતીન કાંતિભાઈ પીપરીયા અને વિજય હિતેશભાઈ પારજીયાની અટકાયત કરી લીધી છે.
તેઓને દારૂ સપ્લાય કરટ,નાર જામનગરના જયેશભાઈ ચોવટીયા ને ફરારી જાહેર કરાયો છે.