લાલપુરના ઝાખર ગામના પાટીયા પાસેથી બાઈકની ચોરી કરનાર તસ્કરને ઝડપી લેવાયો

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
લાલપુરના ઝાખર ગામના પાટીયા પાસેથી બાઈકની ચોરી કરનાર તસ્કરને ઝડપી લેવાયો 1 - image


Image Source: Freepik

જામનગર નજીક લાલપુર ગામના ઝાખર ગામના પાટીયા પાસેથી તાજેતરમાં એક બાઈકની ચોરી થઈ હતી, જે વાહનની ચોરી કરનાર એક તસ્કરને ઝડપી લેવાયો છે, અને ચોરાઉ વાહન કબજે કરાયું છે.

જામનગર નજીક લાલપુર તાલુકાના જાખર ગામના પાટીયા પાસેથી એક બાઈક ની તાજેતરમાં ચોરી થઈ હતી, જે અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને પડાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ ગોઠવી ઉપરોક્ત બાઈકની ચોરી કરનાર ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના હારુન સાલેમહમદ સુંભણીયા નામના વાઘેર શખ્સને અટકાયતમાં લઈ લીધો છે, અને તેની પાસેથી જી.જે.૧૦- એ. એ. ૪૨૦૧ નંબરનું મોટરસાયકલ કબજે કરી લીધું છે.



Google NewsGoogle News