જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી એક નિંદ્રાધિન યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો
Image Source: Freepik
જામનગર, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક યુવાનનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં હર્ષદમિલ ની ચાલી વિસ્તારમાં રહેતો ધનરાજભાઈ વિજયભાઈ ડોડીયા નામનો 22 વર્ષનો યુવાન જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા પોતાના સંબંધીની મદદ માટે આવ્યો હતો અને જી.જી. હોસ્પિટલના બર્ન્સ વોર્ડ ની લોબીમાં સૂતો હતોજે દરમિયાન નિંદ્રાધીન અવસ્થામાં તેનો મોબાઈલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે મામલે સીટી બી.ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.