જામનગરની જિલ્લા જેલમાં પોલીસ તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
જામનગરની જિલ્લા જેલમાં પોલીસ તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ 1 - image


- મોડી રાત્રે ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલુ રહ્યું : પોલીસ તંત્રની તમામ ટિમોની મદદ લેવાઈ : કશું વાંધાજનક હાથ ન લાગ્યું

જામનગર,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

જામનગરની જિલ્લા જેલમાં ગઈ રાત્રે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સતત ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશનની કામગીરી ચલાવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા પોતાના શરીર પર બોડીવેન કેમેરા લગાવાયા હતા, જેના દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું. ઉપરાંત ગુના શોધક શ્વાનની પણ મદદ લેવાઈ હતી. તેમજ બોમ ડિસ્પોઝલ સ્કોડ, મેટલ ડિટેક્ટરની ટિમ સહિત વિવિધ વિભાગની ટીમનો સ્ટાફ આ સર્ચ ઓપરેશનમાં સાથે રહ્યો હતો. 

સર્ચ ઓપરેશન દરમ્યાન જેલ પરિસરમાં કોઈ વાંધાજનક વસ્તુ છે કે નહીં તે અંગેની પણ ચકાસણી કરવામાં આવી હતી. જોકે સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન કઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન હોવાથી પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ સર્ચ ઓપરેશન મોડી રાત્રી સુધી એટલે કે લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું.


Google NewsGoogle News