જામનગરમાં શીપિંગનું કામ કરતી કંપનીને ત્યાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન
- ગઈકાલે સાંજ થી પરોઢિયે સુધી વાલકેશ્વરી નગરીમાં આવેલા ફ્લેટ તેમજ હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
જામનગર,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર
જામનગર શહેરમાં ઇન્કમટેક્સ વિભાગની ટુકડીએ શિપિંગ કંપનીનું કામ કરતી એક પેઢીમાં ગઈકાલ સાંજે સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી, અને ધંધા ના સ્થળ તેમજ રહેણાંક મકાનમાં સતત ૧૧ કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.
જામનગર શહેરમાં ઇનાયત મુસા નામની શીપના સ્પેરપાર્ટસ બનાવતી શિપિંગ કંપનીને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગઈકાલે સાંજે ૫.૦૦ વાગ્યાથી સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાપા નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શિપિંગ કંપનીના ધંધાના સ્થળે ઇનકમ ટેક્સ વિભાગ ત્રાટકયું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સાથો સાથ જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલા કંપનીના સંચાલકના ફ્લેટમાં પણ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સતત ૧૧ કલાક સુધી કામગીરી હાથ ધરાઈ હતી. આ સર્ચ ઓપરેશનને લઈને જામનગરના શીપિંગના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. જોકે સર્વેની કામગીરીનો હજુ સુધી રિપોર્ટ જાહેર થયો નથી.