Get The App

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામની ગોલાઈ પાસે રીક્ષા અને તુફાન જીપ વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલકનો ભોગ લેવાયો

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામની ગોલાઈ પાસે રીક્ષા અને તુફાન જીપ વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલકનો ભોગ લેવાયો 1 - image


જામનગર તાલુકાના સિક્કામાં રહેતો એક રીક્ષા ચાલક જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પરથી રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો, દરમિયાન વસઈ ગામની ગોલાઈ પાસે એક તુફાન જીપ ના ચાલકે ઠોકરે ચડાવી રીક્ષા ચાલક પરથી તુફાન જીપનું વ્હીલ ફેરવી દેતાં રીક્ષા ચાલકનું બનાવના સ્થળે જ અંતરીયાળ મૃત્યુ નીપજયું છે. જે મામલે સિક્કા પોલીસ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં રહેતો હુસેન ખમીસા ડગારા નામનો રીક્ષા ચાલક યુવાન ગઈકાલે પોતાની જી જે -10- ટી ડબલ્યુ 6203 નંબરની રીક્ષા લઈને જામનગર થી સિક્કા તરફ જઈ રહ્યો હતો, દરમિયાન વસઈ ગામની ગોલાઈ પાસે પુર ઝડપે આવી રહેલી જી.જે.8 વાય 8151 નંબરની તુફાન જીપના ચાલકે ઉપરોક્ત રીક્ષાને ઠોકર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માત રીક્ષા ચાલક નીચે ફેકાઈ ગયો હતો, અને તેના પરથી તુફાન જીપ નું વ્હીલ ફરિ વળતાં ગંભીર ઇજા થવાથી રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે યાસીન હુસેનભાઇ ચાકીએ  પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે તુફાન જીપના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News