જામનગરની જિલ્લા જેલમાં વ્યસન મુક્તિ માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
જામનગર,તા.06 માર્ચ 2024,બુધવાર
જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે તા 05-03-2024 ના દિવસે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર તથા જામનગર જિલ્લા જેલના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિનો જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં ડૉ.પી.વી.શેરસીયા (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગર), એમ.એમ.વ્યાસ (પ્રોબેશન ઓફિસર જામનગર), આર.જે શિયાર (જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જામનગર), જ્યોતિબેન વાઘેલા (સંસ્થાકીય સંભાળ અધિકારી જામનગર), જસ્મીનભાઈ કરંગીયા (બિન સંસ્થાકીય સંભાળ અધિકારી જામનગર), જ્યોત્સનાબેન હરણ (લીગલ કમ પ્રોબેશન ઓફિસર જામનગર), એમ.એન.જાડેજા (અધિક્ષક જામનગર જિલ્લા જેલ), ઘનશ્યામભાઈ.એમ.પટેલ (જેલર જામનગર જિલ્લા જેલ) ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ સાહિત્યકાર પ્રવિણદાન ગઢવી દ્વારા પોતાના લોકસાહિત્યથી તમામ કેદી/આરોપીઓને મંત્રમુગ્ધ કર્યાં અને વ્યશન થી દૂર રહેવા હાકલ કરી હતી, તેમજ અધિકારીઓની ટિમ દ્વારા તમામ બંદીવાનોને પોતાના પરિવાર તથા બાળકોને વ્યસનથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.