જામનગર નજીક મેઘપરમાં ભાડાની ઓરડીમાં રહેતા પર પ્રાંતીય શ્રમિક યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત
મૂળ બિહાર રાજ્યના વતની અને લાલપુર ના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતા પર પ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે બિહાર રાજ્યના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામના કિશોરસિંહ માનસંગજી પિંગળની ભાડાની ઓરડીમાં રહેતા પ્રકાશ રામબાબુ પાસવાન નામના 20 વર્ષના પર પ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર સિમેન્ટના પીઢિયા માં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે આકાશ કુમાર રામબાબુ પાસવાને પોલીસને જાણ કરતા મેઘપર પોલીસે બનાવના સ્થળે દોડી મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.