Get The App

જામનગરમાં લોકસભા ચૂંટણીની મતગણતરી સમયે ટ્રાફિક તથા કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Updated: May 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં લોકસભા ચૂંટણીની મતગણતરી સમયે ટ્રાફિક તથા કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું 1 - image


Loksabha Election 2024 : લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે તા.4-06-2024ના રોજ હરીયા કોલેજ, જામનગરના બિલ્ડીંગમાં મતગણતરી યોજાનાર છે. સદરહુ કામગીરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ તા.04-06-2024 ના સવારના 6.00 કલાકથી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તત્કાલીન વાહનવ્યવહાર બંધ રહેશે. આ સમય દરમ્યાન વૈકલ્પીક માર્ગ તરીકે આશાપુરા સર્કલથી સમર્પણ સર્કલ-ખંભાળીયા બાયપાસ-સાંઢીયા પુલ તરફના રસ્તોનો આવન-જાવન માટે ઉપયોગ કરી શકાશે.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ફરજમાં રોકાયેલા તમામ વાહનો, ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તથા ફાયર સર્વિસને તેમજ ચૂંટણી અધિકારી તથા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય તેવા વાહનોને મુકિત આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજ્બ શિક્ષાને પાત્ર થશે.


Google NewsGoogle News