Get The App

જામનગર નજીક ધોરાજીના માનસિક અસ્થિર વેપારીએ ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ કર્યો આપઘાત

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક ધોરાજીના માનસિક અસ્થિર વેપારીએ ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ કર્યો આપઘાત 1 - image


Jamnagar Suicide Case : જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ધોરાજીના વેપારી યુવાને માનસિક અસ્થિરતાના કારણે ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની સંજય બાબુભાઈ જેઠવા નામના 48 વર્ષના વેપારી યુવાને ગઈકાલે લાલપુર બાયપાસ નજીક રોડ પરથી પસાર થઈ રહેલા જી.જે.-10 ટી.ટી. 8079 નંબરના ડમ્પરની હેઠળ પડતું મૂકી દેતાં તેના પરથી ડમ્પરના ટાયર ફરી વળ્યા હતા, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. માનસિક અસ્થિરતાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

 આ બનાવ અંગે મૃતકના ભાઈ દિપક ભાઈ જેઠવાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News