જામનગરમાં જુવેનાઇલ ડાયાબિટીક બાળકો માટે મેગા કેમ્પ યોજાયો
- તજજ્ઞ તબીબો દ્વારા માર્ગદર્શન આપી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું
જામનગરની સંસ્થા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા તારીખ ૦૨ જુનના આયોજીત ૯૪ મા મેગા કેમ્પમા ૧૨૬ ડાયાબિટીક બાળકોએ તેમના માત પિતા સાથે લાભ લીધો.
જામનગરની જી.જી. હોસ્પિટલના ડો.સોનલબેન શાહ, ડો. મિતેશ,ડો.ધીમન દ્વારા બાળકો અને વાલીઓ સાથે પ્રશ્નોતરી કરી પ્રશ્નોનું સમાધાન કરી માર્ગદર્શન આપ્યું હતું.
કેમ્પમાં દરેક બાળકોને જરૂરિયાત મુજબ ઇન્સ્યુલિન, સીરીઝો ગ્લુકોમીટર, ગ્લુકોમીટરની સ્ટ્રીપ,લેન્સેટ વગેરેનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં દરેકને ખુબ જ રાહત દરે જરૂરી રિપોર્ટ ઓમ લેબોરેટરીના મીનાક્ષીબેન દ્વારા કરી આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં દાતાશ્રી હીનાબેન ભારદિયા, રમેશભાઈ ભારદિયા, ધનશ્યામભાઈ અજુડીયા, સુનીલભાઈ કોઠીયા, નિકુંજભાઈ કોઠીયા, તરુણ વિરાણી, શામજીભાઈ ઉમરેટીયા વિગેરેએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
કેમ્પને સફળ બનાવવા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી રમણીક ચાંગાણી તથા ટ્રસ્ટીશ્રી અરવિંદ ઝવેરી, રમેશ પાંચાણી, ઉષા સરડા ઉપરાંત જે.ડી. બાળકો અને વાલીઓ તેમજ સેવક મેડીકલ સ્ટાફ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.