જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદની બુઢા અમરનાથ યાત્રાના આયોજન અર્થે બેઠક યોજાઇ
જામનગર,તા.3 જુલાઈ 2023,સોમવાર
વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાની જિલ્લા બેઠક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાર્યાલય ખાતે મળી હતી. આ બેઠકમાં આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિના આવી રહેલા પ્રસંગિક કાર્યક્રમો તેમજ સંગઠનને મજબૂત બનાવવા નવી પ્રખંડ સમિતિના જવાબદારોની નિમણૂકો કરાઈ હતી. આ ઉપરાંત બાબા બુઢા અમરનાથ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ 70 થી વધુ શ્રદ્ધાળુઓ જવાના છે જેનું સંમેલન પણ મળ્યું હતું.
જામનગરમાં મળેલી વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લા બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સહ સંગઠન મંત્રી કિરીટ મિસ્ત્રી દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આવનારા સમયમાં સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રખંડ, ખંડ અને વસ્તી સ્તરે સંગઠનને મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. જિલ્લા બેઠક દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરત ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમ પિલ્લે, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, મંત્રી ધર્મેશ ગોંડલીયા, સહમંત્રી હેમતસિંહ જાડેજા, વિભાગ મંત્રી દીપક જાની, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલ કારસરીયા, ધર્માંચાર્ય સંપર્ક સંયોજક સુરેશ ગોંડલીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેન રાજાણી, સત્સંગ સંયોજક મનહર બગલ, સેવા સંયોજક પ્રફુલ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગ માતૃશકિતના સંયોજિકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની સંયોજીકા કૃપાબેન લાલ, સહસંયોજીકા રીનાબેન નાનાણી, સહમંત્રી સહમંત્રી પ્રફુલ્લાબેન અગ્રાવત, મિલન કેન્દ્ર પ્રમુખ હિમાંશુ ગોસ્વામી, સુરક્ષા સંયોજક જીલ બારાઈ, ધ્રુમિલ લંબાટે, દુર્ગા વાહિનીના શીતલબેન ખાંભલા, સ્વરૂપબા જાડેજા, ટિંકુબેન, ભાવનાબેન ગઢવી, રેખાબેન ઉંધાડ સહિતના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ જિલ્લા બેઠક દરમિયાન જામનગર મહાનગરના 10 પ્રખંડના બજરંગ દળ અને માતૃશક્તિ દુર્ગાવાહિનીના હોદ્દેદારો તરીકે પસંદગી પામેલા જવાબદારી સોંપવામાં આવી હતી જેને ઉપસ્થિત લોકોએ ઓમ નાદથી અનુમોદન આપ્યું હતું.