જામનગરમાંથી મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં એક શખ્સ પકડાયો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાંથી મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં એક શખ્સ પકડાયો 1 - image

image : Freepik

Jamnagar Crime : જામનગર શહેરના કાલાવડ નાકા વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને મોબાઈલમાં એપના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમતો પકડી પાડયો છે. આ શખ્સનો મોબાઈલ તથા રોકડ કબ્જે કરવામાં આવ્યા હતા. 

જામનગરના કાલાવડ નાકા રોડ પર એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી પરથી પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. આ સ્થળેથી પાંચ હાટડીમાં ખંભોત્રી ફળીમાં રહેતો નઈમ અબ્દુલ્લા દાલુ નામના મેમણ શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક આઈડી પરથી કોચી બ્લ્યુ ટાઈગર ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતો હતો. પોલીસે તેનો રૂપિયા 15000 ની કિંમતનો મોબાઈલ અને રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે.


Google NewsGoogle News