જામનગર નજીક કનસુમરા ગામ પાસેથી એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે SOG ના હાથે ઝડપાયો

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક કનસુમરા ગામ પાસેથી એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે SOG ના હાથે ઝડપાયો 1 - image

image : Freepik

Jamnagar News : જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ કનસુમરા ગામના પાટીયા પાસેથી જામનગરના એક શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

 જામનગરના એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતો નારણભાઈ સોમાભાઈ મકવાણા નામનો શખ્સ પોતાના કબજામાં ગેરકાયદે હથિયાર રાખીને મસીતીયા રોડ પરથી પસાર થઈ રહ્યો છે, જે બાતમીના આધારે મોડી રાતે વોચ ગોઠવી નારણભાઈ મકવાણાને ઝડપી લીધો હતોઝ અને તેના કબજામાંથી રૂપિયા બે હજારની કિંમતની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કબજે કરી લીધી છે, અને આ હથીયાર ક્યાંથી લાવ્યો તે અંગેની માહિતી મેળવવા માટે તેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News