જામનગરની જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી વાહન ચોરીની પહેરવી કરી રહેલો શખ્સ પોલીસના સકંજામાં

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
જામનગરની જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી વાહન ચોરીની પહેરવી કરી રહેલો શખ્સ પોલીસના સકંજામાં 1 - image

image : freepik

જામનગર,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલરના એરિયામાં વાહન ચોરીની પહેરવી કરી રહેલા એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે.

 જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પાર્ક કરેલા વાહનોને ઉઠાવી જવાની અવાર નવાર ફરિયાદો ઉઠ્યા પછી સિટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફ દ્વારા જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં વોચ ગોઠવવામાં આવી હતી.

 જે દરમિયાન જામનગરના પુનિત નગર વિસ્તારમાં રહેતો મનીષ ઉર્ફે મકો દેવજીભાઈ જોગસવા નામનો શખ્સ જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં આવ્યો હતો, અને ત્યાં પાર્ક કરેલા મોટરસાયકલના લોક વગેરેની તપાસણી કરીને ચોરીની તૈયારી કરી રહ્યો હતો. જે અંગેની જાણકારી મળતાં સિટી બી. ડિવિઝનના સ્ટાફે તેને ઝડપી લીધો છે, અને તેની સામે સીટી એ. વિઝન પોલીસ મથકમાં મિલકત વિરોધી ગુના કરવાની પહેરવી કરવા અંગેની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લેવામાં આવી છે.


Google NewsGoogle News