સુરેન્દ્રનગરના વઢવાણનો શખ્સ જામનગરમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવા માટે આવતાં SOG ના હાથે ઝડપાયો

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરના વઢવાણનો શખ્સ જામનગરમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવા માટે આવતાં SOG ના હાથે ઝડપાયો 1 - image


Ganja Caught in Jamnagar : સુરેન્દ્રનગરના વઢવાણ ગામમાંથી એક શખ્સ નસીલા પદાર્થ ગાંજાનો જથ્થો જામનગરમાં સપ્લાય કરવા માટે આવતાં એસ.ઓ.જી.ના હાથે પકડાઈ ગયો છે. પોલીસે ગાંજાનો જથ્થો કબ્જે કરી લઇ જામનગરના રીસીવરની શોધખોળ હાથ ધરી છે.

 જામનગરની એસ.ઓ.જી. શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વતની મુબારક અબુભાઈ બાવળીયા કે જે નશીલા પદાર્થ ગાંજા નો જથ્થો જામનગરમાં ઘુસાડવા આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સુભાષ બ્રિજ પર વોચ ગોઠવી મુબારક બાવળિયાને ઝડપી લીધો હતો, અને તેના કબજામાંથી રૂપિયા 5,000 ની કિંમતનો 500 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી લીધો હતો. જેની ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન પોતે ગાંજાનો જથ્થો જામનગરમાં રહેતા મહમદ મુસાભાઇ કક્કલ નામના શખ્સને સપ્લાય કરવા માટે આવ્યો હોવાનું કબુલ્યું હતું. તેથી પોલીસે મહમદ મુસાભાઈને ફરાર જાહેર કર્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News