જામનગર નજીક સચાણા માંથી દરેડ ના એક શખ્સને જામગરી બંદૂક સાથે એસ.ઓ.જી.એ પકડ્યો
Image: Freepik
જામનગર પંથકમાં ગેરકાયદે હથિયાર પકડવાનો સિલસિલો અવિરત ચાલુ રહયો છે. તાજેતરમાં એક શખ્સને હથિયાર સાથે ઝડપી લીધા પછી ગઈકાલે મોડી સાંજે સચાણા વિસ્તારમાંથી ગેરકાયદે જામનગર બંદૂક સાથે નીકળેલા એક શખ્સને એસ.ઓ.જી. શાખાએ ઝડપી લીધો છે.
મૂળ લાલપુર તાલુકા ના સણોસરા ગામનો વતની અને હાલ દરેડ વિસ્તારમાં રહેતો સદામ ઇબ્રાહીમભાઈ કાતીયાર નામનો શખ્સ પોતાના કબજામાં ગેરકાયદે દેશી હાથ બનાવટની જામગરી બંદૂક રાખીને સચાણા વિસ્તારમાં ફરી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એસ.ઓ.જી.ની ટુકડએ દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન સચાણા ગામ તરફ જવાના રસ્તેથી એસ.ઓ.જી. ની ટીમના હાથે સદામ ઝડપાઈ ગયો હતો. તેના કબજા માંથી દેશી બંદુક કબ્જે કરી લીધી છે, અને તેની સામે પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં હથિયારધારા ભંગ અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે.