Get The App

જામનગરની જી.જી. હોસ્પિટલના એક્સરે વિભાગનો રજીસ્ટ્રેશન કર્મચારી ગાયબ થઈ જતાં લોકોની લાંબી કતાર

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
જામનગરની જી.જી. હોસ્પિટલના એક્સરે વિભાગનો રજીસ્ટ્રેશન કર્મચારી ગાયબ થઈ જતાં લોકોની લાંબી કતાર 1 - image


Jamnagar G G Hospital : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના એક્સરે વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની બારીમાં તેનો કર્મચારી આજે સવારે હાજર નહીં થતાં એકસરેની બારીમાં દર્દી અને તેમના સગાઓએ લાંબી કતાર લગાવી હતી, અને ભારે દેકારો બોલી ગયો હતો. વહેલી સવારથી જ લાંબી લાઈન હોવાથી અને તેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ દર્દી તથા તેમના સગાઓને લાંબો સમય સુધી લાઇન લગાવવી પડી હતી. જામનગરની જી.જી. હોસ્પિટલના એક્સરે વિભાગનો રજીસ્ટ્રેશન કર્મચારી ગાયબ થઈ જતાં લોકોની લાંબી કતાર 2 - image

આજે સવારે અઢી કલાક જેટલો સમય વીતી ગયો છતાં તેનો કર્મચારી હાજર થયો ન હોવાથી રજીસ્ટ્રેશન ની બારીની બહાર દર્દી અને તેના સગાની લાંબી લાઈન લાગી ગઈ હતી, અને ભારે દેકારો બોલી ગયો હતો. જે અંગે રજૂઆત કર્યા બાદ આખરેના સ્ટાફને શોધીને હાજર કરાવાયો હતો.


Google NewsGoogle News