જામનગર નજીક દરેડ વિસ્તારમાં રસ્તે રઝડતા ખૂટિયાએ એક માનવીનો ભોગ લીધો
Image: Facebook
જામનગર નજીક ચેલામાં રહેતો કિશોરસિંહ ભીમસંગ રાઠોડ નામનો ૪૨ વર્ષનો રાજપૂત યુવાન કે જે ગત ૨૪મી તારીખે પોતાનું બાઈક લઈને દરેડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એક ખુટીયો બાઇકની આડે ઉતરતાં મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું, અને કિશોરસિંહ રાઠોડ ને માથાના ભાગે ઈજા થઈ હતી.
જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ પરેશસિંહ ભીમસંગ રાઠોડ એ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.