જામનગરમાં ત્રણ દરવાજા પાસે મકાન પર લગાવાયેલું મસમોટું હોર્ડિંગ લટકી રહેતા જોખમ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ત્રણ દરવાજા પાસે મકાન પર લગાવાયેલું મસમોટું હોર્ડિંગ લટકી રહેતા જોખમ 1 - image


Jamnagar News : જામનગર શહેરમાં ત્રણ દિવસથી ભારે વરસાદ સાથે સાથે તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જે પવનના કારણે કેટલાક જોખમી હોર્ડિંગ અચાનક તુડી પડે તેવી સ્થિતિમાં છે. અને ગમે ત્યારે નીચે પટકાઈ પડે અને જાનમાલની નુકસાની થાય તેવી પરિસ્થિતિ છે.

 જામનગરના ત્રણ દરવાજા નજીક એક મકાન પર લગાવાયેલું મોટું હોર્ડિંગ કે જે ભારે પવનના કારણે બેવડું વળી ગયા બાદ પડવાની અવસ્થામાં છે. જેના કારણે જાનમાલનું જોખમ તોળાઈ રહ્યું છે. તંત્રએ સત્વરે આ જોખમી હોર્ડિંગને દૂર કરી લેવાની તાતી જરૂરિયાત છે. અન્યથા કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે.


Google NewsGoogle News