Get The App

જામનગરમાં રવિ પાર્ક ટાઉનશીપ વિસ્તારમાંથી સરકારી કર્મચારીનો મોબાઇલ ફોન ચોરાયો

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રવિ પાર્ક ટાઉનશીપ વિસ્તારમાંથી સરકારી કર્મચારીનો મોબાઇલ ફોન ચોરાયો 1 - image

image : Freepik

જામનગર,તા.06 માર્ચ 2024,બુધવાર 

જામનગરમાં બેડી રિંગ રોડ પર રવિ પાર્ક ટાઉનશીપમાં રહેતા એક સરકારી કર્મચારીનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરમાં બેડી બંદર રીંગ રોડ પર રવિ પાર્ક ટાઉનશિપ-શેરી નંબર 11 માં રહેતા મંથન કુમાર રાજેશકુમાર ચત્રભુજ નામના સરકારી કર્મચારીએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાનો રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News