કરાટે જગતની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં જામનગરની યુવતી કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Jamnagar News : તાજેતરમાં ઉતરાખંડના દેહરાદુનમાં યોજાયેલી કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઇઝેશનની નેશનલ ટુર્નામેન્ટમાં જામનગરની પ્રખ્યાત લાયન્સ કરાટે ક્લબની જીલ મકવાણાએ ગુજરાત તરફ થી રમીને ફાઇનલમાં ઉત્તરપ્રદેશને 5-0 થી માત આપીને ઇન્ટરનેશનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. જે જામનગર અને ગુજરાતનું દેશભરમાં નામ રોશન કર્યું છે.
જિલ મકવાણા જે એમ.એસ.સ્કૂલમાં અભ્યાસ સાથે કરાટેમાં 42 વજન કેટેગરીમાં ભારતની એક માત્ર જે કરાટેમાં 3 અલગ અલગ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
સાઉથ એશિયન ચેમ્પિયનશીપ-ભુટાન, કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ-બાંગ્લાદેશ અને એશિયન કરાટે ચેમ્પિયનશિપ-ફિલિપાઈન્સ આ સાથે અવતા વર્ષે થનારી વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં પણ પોતાનું સ્થાન મેળવ્યું છે, જે જામનગર તથા ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો સાથે ગુંજી ઉઠયું છે.
જેનો શ્રેય તેમના પિતા અને એજ કોચ તરીકે ફરજ નિભાવતા સિંહાન નિતેશ મકવાણા અને ગુજરાત કરાટે ઈન્ડિયા એસોસિએશનના પ્રમુખ અને કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઇઝેશનના ઉપપ્રમુખ હાંસી કલ્પેશ મકવાણાને જાય છે.