જામનગરના જોડિયા નજીક પાર્ક કરાયેલા ટ્રકમાં કોલસાના જથ્થામાં લાગી આગ : ફાયર બ્રિગેડની ટીમએ આગને કાબુમાં લીધી

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
જામનગરના જોડિયા નજીક પાર્ક કરાયેલા ટ્રકમાં કોલસાના જથ્થામાં લાગી આગ : ફાયર બ્રિગેડની ટીમએ આગને કાબુમાં લીધી 1 - image


Fire in Coal Truck at Jamnagar : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ખીરી ગામ પાસે એક હાઈવે હોટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા ટ્રકમાં રખાયેલા કોલસાના જથ્થામાં અકસ્માતે આગ લાગી હતી. 

 આગના આ બનાવની વિગત એવી છે કે જામનગર-જોડિયા ધોરી માર્ગ પર ખીરી ગામ પાસે મોગલ માના મંદિરની નજીક આવેલી મોગલ કૃપા માલધારી હોટલના પાર્કિંગમાં જી.જે.12 સી.ટી. 1391 નંબરનો ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો, અને તેમાં કોલસાનો મોટો જથ્થો સંગ્રહ કરીને રખાયો હતો. જે કોલસાના જથ્થામાં આજે સવારે 8.30 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.

જામનગરના જોડિયા નજીક પાર્ક કરાયેલા ટ્રકમાં કોલસાના જથ્થામાં લાગી આગ : ફાયર બ્રિગેડની ટીમએ આગને કાબુમાં લીધી 2 - image

 જે આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી ખીરી ગામે પહોંચી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. તેમજ ટ્રકમાં ભરેલો કોલસો ધીમે ધીમે જુદો પાડીને બહાર કાઢી લીધો હતો, જેથી ટ્રક સળગતો બચી ગયો હતો.


Google NewsGoogle News