જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કુરિયર સર્વિસના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ : લાખોનું નુકસાન

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કુરિયર સર્વિસના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ : લાખોનું નુકસાન 1 - image


Fire in Jamnagar : જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા એક ખાનગી કુરિયર કંપનીના માલસામાનના ગોદામમાં આજે સવારે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જે આગને ફાયર બ્રિગેડની ટીમે કાબુમાં લીધી હતી. આગના કારણે કુરિયર સર્વિસનો માલ સમાન બળીને ખાખ થયો હતો અને મોટું નુકસાન થયું છે.

જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કુરિયર સર્વિસના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ : લાખોનું નુકસાન 2 - image

જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા બ્લુડાર્ટ કુરિયર કંપનીના માલ સામાનના ગોદામમાં આજે સવારે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જે બનાવ અંગે બાજુમાં જ ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લીધી હતી. જે આગના કારણે કુરિયર સર્વિસના ગોદામમાં રાખવામાં આવેલા જુદા જુદા માલ સામાનના પાર્સલોનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો. રજાના દિવસોના કારણે પાર્સલનો મોટો જથ્થો ઉપલબ્ધ રખાયો હોવાથી અને તેની ડીલેવરી થઈ શકી ન હોવાથી વધુ નુકસાન થયું છે.


Google NewsGoogle News