જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં આવેલા બાઈકના શોરૂમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં આવેલા બાઈકના શોરૂમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, ધુમાડાના ગોટેગોટા નીકળ્યા 1 - image


Fire in Bike Showroom at Jamnagar : જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં આવેલા બાઈકના એક શોરૂમમાં આજે સવારે દસેક વાગ્યાના અરસામાં અકસ્માતે શેલરના ભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.

 સેલરના ભાગમાં કેટલાક મોટરસાયકલ અને તેને સ્પેરપાર્ટ, ઓઇલ વગેરેનો જથ્થો રાખ્યો હોવાથી તેમાં આગ લાગવાના કારણે ઉપરની તરફ ધૂમાડા નીકળ્યા હતા, અને તુરતજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. 

આથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ વિજ જોડાણ બંધ કરાવ્યું હતું. ધુમાડા ખૂબ જ વધુ માત્રામાં નીકળ્યા હોવાથી અંદર જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોવાને કારણે બારીમાંથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News