Get The App

જામનગર : કાલાવડના રામપર રવેશિયા ગામના ખેડૂત પર સરપંચની ચૂંટણીનું મન દુઃખ રાખીને જીવલેણ હુમલો કરાયો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
જામનગર : કાલાવડના રામપર રવેશિયા ગામના ખેડૂત પર સરપંચની ચૂંટણીનું મન દુઃખ રાખીને જીવલેણ હુમલો કરાયો 1 - image

image : Freepik

Crime News Jamnagar : કાલાવડ તાલુકાના રામપર રવેશિયા ગામમાં રહેતા એક ખેડૂત પર સરપંચ પદની ચૂંટણીના જૂના મન દુઃખના કારણે એક શખ્સ દ્વારા માથામાં કુહાડી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ખેડૂત બુઝુર્ગ બેધુદ્ધ થઈને પડી જતાં તેઓ મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવી આરોપી ભાગી છૂટ્યો હતો. દરમિયાન સારવાર માટે ખસેડાયા પછી ઇજાગ્રસ્તની પોલીસ ફરિયાદના આધારે આરોપી સામે પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુનો નોધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના રામપર રવેશીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મોહનભાઈ પુંજાભાઈ ચીખલીયા (62 વર્ષ) કે જેઓ ગઈકાલે સવારે પોતાનું બાઈક લઈને દૂધ લેવા માટે જઈ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં પોતાના જ ગામના ગુલામ ઓસમાણભાઈ શમાનો ભેટો થયો હતો, અને તેને સરપંચ પદની ચૂંટણીના જૂના મનદુઃખના કારણે હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ બેશુદ્ધ હાલતમાં ઢળી પડતાં તેઓ મૃત્યુ પામ્યા છે તેવું અનુમાન લગાવીને હુમલાખોર આરોપી ભાગી છૂટ્યો હતો.

દરમિયાન ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થયો હતો, અને મોહનભાઈ ચીખલીયાની ફરિયાદના આધારે આરોપી ગુલમામદ ઓસમાણભાઈ સમા સામે આઇપીસી કલમ 302 તથા અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદીનો પુત્ર સુનિલ કે જે અગાઉ સરપંચની ચૂંટણીમાં ઉભો હતો, જે દરમિયાન આરોપી તેની વિરુદ્ધમાં કામ કરતો હતો, અને ત્યારથી બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા. જેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News