જામનગરમાં શરાબમાં ચકચુર ડ્રાઈવરે પોલીસને જોઈ જતાં કાર દિવાલમાં અથડાવી

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
જામનગરમાં શરાબમાં ચકચુર ડ્રાઈવરે પોલીસને જોઈ જતાં કાર દિવાલમાં અથડાવી 1 - image

image : freepik

- જામનગરના રણજીતનગર પટેલ સમાજ નજીકનો બનાવ

જામનગર,તા. 4 જાન્યુઆરી 2024,ગુરૂવાર

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં એક અર્ટીગા કારનો ચાલક નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હોવાની જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં સીટી સી. પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પાહેંચી કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કારને દિવાલમાં અથડાવી દીધી હતી.

 પોલીસે તેનું નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ મિતેષ હરેશભાઈ સુંબડ (ઉ.વ.30) શિવ દર્શન સોસાયટી, સાંઢીયા પુલ પાસે જામનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું, અને કેફી દ્રવ્યના સેવનના કારણે પોતાના શરીરનું સમતોલ પણુ પણ ન જાળવી શકતાં પોલીસે રૂ.બે લાખની અર્ટીકા કાર કબ્જે કરી ચાલક વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ અને એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News