Get The App

જામનગર શહેરમાં સળગતા ફટાકડાના કારણે બે બાળકો સહિત એક ડઝન વ્યક્તિઓ દાઝી ગયા

Updated: Nov 6th, 2021


Google NewsGoogle News

- દિવાળીની રાત્રે વાહન અકસ્માતમાં આઠ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતાં ૧૦૮ ની મદદ લેવાઇ

જામનગર તા 6, શનિવાર 2021, શનિવાર

જામનગર શહેરમાં દિવાળીની રાત્રિએ ફટાકડા ફોડતી સમયે બાળકો સહિતના એક ડઝન વ્યક્તિઓ દાઝી ગયા હતા. જેઓને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જે પૈકી ત્રણ બાળકો સારવાર હેઠળ છે, જયારે અન્યને રજા અપાઇ છે. ઉપરાંત દિવાળીની રાત્રિએ વાહનો ટકરાવાના કારણે આઠ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બની હતી, જેમની મદદે ૧૦૮ની ટીમ પહોંચી હતી.

 જામનગર શહેરના ઉત્સવપ્રેમી લોકોએ દિવાળીના તહેવારમાં ભારે આતશબાજી કરીને દિવાળીના પર્વને રંગીન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં આતશબાજીના કારણે દાઝી જવા ના બનાવો પણ બન્યા હતા.

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં સાત બાળકો અને પાંચ મોટા વ્યક્તિ સહિત એક ડઝન વ્યક્તિ દાઝી ગઈ હતી. જે તમામને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ૧૦૮ની ટીમ ની મદદથી પહોંચાડવામાં આવ્યા હતા, અને તમામને પ્રાથમિક સારવાર અપાઈ હતી. જેમાં ત્રણ બાળકો વધારે દાઝ્યા હોવાથી તેઓને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે તમામ બાળકો ભય મુક્ત છે.

 આ ઉપરાંત જામનગર શહેરમાં દિવાળીની રાત્રિએ વાહનો અથડાવાના કિસ્સા પણ બન્યા હતા, અને જુદા જુદા સ્થળો પર આઠ જેટલા વાહન અકસ્માતમાં કુલ આઠ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. જે તમામને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જોકે કોઇ વ્યક્તિને વધુ ઈજા થઈ ન હોવાથી પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી છે.

Jamnagar

Google NewsGoogle News