અનામત વિરોધી કોંગ્રેસ સામે જામનગરમાં ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
Jamnagar BJP Protest : કોંગ્રેસ નેતા દ્વારા અનામત વિરોધી સ્ટેટમેન્ટ આપવામાં આવતાં જામનગરમાં ભાજપ દ્વારા કોંગ્રેસ સામે ગઈકાલે ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને કોંગ્રેસના અનામત વિરોધી મનસુબા સફળ થવા દેવામાં નહી આવે તેમ ભાજપ દ્વારા જણાવાયું હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને અનામત વિરોધી માનસિકતા છતી કરી હતી. અને તેણે બંધારણનું અપમાન કર્યું હતું. તેમ જણાવી ભાજપ દ્વારા જામનગર શહેરના લાલ બંગલા સર્કલમાં આજે સાંજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને જણાવ્યું હતું કે એસ.સી, એસ ટી અને ઓબીસીના અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદા ભાજપ દ્વારા કામયાબ થવા દેવામાં આવશે નહીં.
ગઈકાલના ધરણા કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલ, રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.