જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા ચેક ડેમમાંથી 35 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા ચેક ડેમમાંથી 35 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો 1 - image

જામનગર,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી એક નદીના ચેકડેમમાંથી 35 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. સિક્કા પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી નદીના ચેક ડેમના કાંઠે એક માનવ મૃતદેહ તરી આવ્યો હોવાની માહિતી દરેડ વિસ્તારમાં રહેતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પોલીસને આપી હતી.

 આથી પંચકોશી બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી જામનગર જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે મૃતકની ઓળખ કરવા માટે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. ASI પી.બી.ગોજીયા તેની ઓળખ કરવા માટે તપાસ ચલાવે છે.


Google NewsGoogle News