જામનગર નજીક ઠેબા ચોકડી પાસે હિટ એન્ડ રનના કેસમાં સાઇકલ સવારનો ભોગ લેવાયો

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે હિટ એન્ડ રનના કેસમાં સાઇકલ સવારનો ભોગ લેવાયો 1 - image


- મૂળ મુંબઈના અને હાલ એક કારખાનામાં રહેતા 51 વર્ષના પ્રૌઢને ચગદીનાખી ભાગી છૂટેલા વાહનચાલકની શોધખોળ

જામનગર,તા.૩૦ જાન્યુઆરી 2024,મંગળવાર

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આજે સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા 51 વર્ષના સાયકલ સ્વાર શ્રમિકને કોઈ અજ્ઞાત વાહન ચાલકે ઠોકરે ચડાવી ચગદી નાખતાં બનાવના સ્થળેજ કરૂણ મૃત્યુ નીપજયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મુંબઈના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા રાકેશભાઈ વિનોદભાઈ મોદી (ઉંમર વર્ષ 51), કે જેઓ આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતાની સાયકલ લઈને ઠેબા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેઓની સાઇકલને ઠોકરે ચડાવ્યા હતા, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા પછી રાકેશભાઈનું બનાવના સ્થળે અંતરીયાળ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતના બનાવ પછી અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ભાગી છૂટયો હતો. 

જે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને રાકેશભાઈના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News