જામનગરમાં ઢોર પકડવાની કામગીરી કરનાર ટીમ સાથે ઝઘડો કરી પોતાનું ઢોર છોડાવી જનાર પશુ માલિક સામે ગુનો નોંધાયો

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઢોર પકડવાની કામગીરી કરનાર ટીમ સાથે ઝઘડો કરી પોતાનું ઢોર છોડાવી જનાર પશુ માલિક સામે ગુનો નોંધાયો 1 - image


Jamnagar News : જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા લાલ બંગલા નજીક ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન એક પશુ માલિકે આવીને મહાનગરપાલિકાના સ્ટાફ સાથે ઉગ્ર વર્તન કરી પોતાનું ઢોર છોડાવી જવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

 આ બનાવની વિગતો એવી છે કે જામનગરમાં દિગવીજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ઢોર પકડવાની કામગીરીની ફરજ બજાવતા ખોડીદાસભાઇ અશોકભાઈ મકવાણા કે જેઓ ગત 17મી તારીખે લાલ બંગલા નજીક પોતાની ટીમ સાથે રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી કરતા હતા.

 જે દરમિયાન ગુરુદ્વારા પાસે રહેતો ઢોરનો માલિક સુરેશ ઉર્ફે ઘોઘો ટીનાભાઇ ખટાણા આવી પહોંચ્યો હતો અને સ્ટાફ સાથે ઝઘડો કરી અપશબ્દના ઉચ્ચાર કરીને બળજબરીપૂર્વક પોતાનું ઢોર છોડાવીને ચાલ્યો ગયો હતો.

 જેથી તેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બી.એન.એસ 2023 ની કલમ 352, અને 308(2) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News