Get The App

ધો.૧૨ ની પરીક્ષા માં જામનગર માં આજે એક કોપી કેસ નોંધાયો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
ધો.૧૨  ની પરીક્ષા માં જામનગર માં આજે એક કોપી કેસ નોંધાયો 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 13 માર્ચ 2024 બુધવાર

ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો. ૧૦ અને ધો.૧૨ ની બોર્ડ પરીક્ષાઓ નો ગત સોમવાર થી પ્રારંભ થયો છે. ત્યારે આજે ધો.૧૨ માં એક કોપી કેસ નોંધાયો હતો. જામનગર માં આજે ગણિત ના પેપરમાં ધો.૧૦ માં ર૭૮ વિદ્યાર્થીઓ અને ધો.૧૨ નાં બંને પ્રવાહ નાં કુલ ૭૪  વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ગત સોમવાર થી શરૂ થયેલી ધો. ૧૦-૧ર ની પરીક્ષા દરમિયાન સવાર ના સેસન માં આજે ધો. ૧૦ ની ગણિત વિષય ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ૧૪૭૬૭ પરીક્ષાર્થી હાજર અને  ૨૭૮ વિદ્યાર્થી ઓ ગેરહાજર રહ્યા છે. આજે ધો.૧૦ માં  પરીક્ષા દરમિયાન કોઈ કોપી કેસ નોંધાયો નથી.

જ્યારે બપોરે ધો.૧૨ માં સામાન્ય પ્રવાહ મા ઇકોનોમિકસ નાં પેપર મા  ૮૧૫૯ હાજર અને ૫૩ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા .તથા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ મા ૧૭૯૧ હાજર અને ૨૧ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. આજે.ધો.૧૨ સામાન્ય પ્રવાહ નાં પેપર મા સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ મા એક કોપી કેસ નોંધાયો હતો.


Google NewsGoogle News