Get The App

લાલપુરના ગોવાણા ગામમાં બોરવેલમાં પડી ગયેલા બાળકને બચાવી લેવાય પછી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેન્ટિલેટર પર રખાયો

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
લાલપુરના ગોવાણા ગામમાં બોરવેલમાં પડી ગયેલા બાળકને બચાવી લેવાય પછી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેન્ટિલેટર પર રખાયો 1 - image


જામનગર, તા. 8 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

જામનગરની જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલમાં બે વર્ષનો શ્રમિક પરિવારનો બાળક પડી ગયા પછી વહીવટી તંત્રએ ભારે જહેમત લઇ બાળકને જીવિત બહાર કાઢી લીધા પછી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યાં તેને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી વેન્ટીલેટર પર રખાયો છે, અને તેની હાલત નાજુક ગણાવાઇ રહી છે.

લાલપુરના ગોવાણા ગામમાં રણમલભાઈ કરંગીયા ની વાડીમાં રાજ નિલેશભાઈ વસાવા નામનો બાળક ખૂલ્લા બોર માં ગરકાવ થઈ જતાં ફાયર-પોલીસ સહિતની સમગ્ર ટીમની સતત ૯ કલાકની જહેમત બાદ બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો.

૧૧૦૮ ની ટીમેં સૌપ્રથમ ઓક્સિજન આપી સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર કરી હતી, ત્યારબાદ તેને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમજ બોરવેલ માં ફસાઈ જવાના કારણે ઓક્સિજન ઓછું મળવાથી તેની શ્વાસની ક્રિયા ધીમી પડી છે.

આથી હાલ તેને જામનગરની જી.જી. હોસ્પિટલના બાળકોના વિભાગમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. જી.જી. હોસ્પિટલના ડો. મૌલિક શાહ, ડો. ભદ્રેશ વ્યાસ તથા તેની સમગ્ર ટીમ બાળકની સધન સારવાર કરી રહી છે, અને તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.

બાળકના માતા-પિતા પણ જી.જી. હોસ્પિટલમાં મુકામ રાખીને બેઠા છે. જીજી હોસ્પિટલ ના સુત્રોના જણાવ્યા અનુસાર બાળકને ૭૨ કલાક માટે  ઓબ્ઝર્વ માં રાખવામાં આવ્યો છે, અને તેની હાલત સ્થિર છે. જેનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી વેન્ટિલેટર મારફતે તેની સારવાર ચાલી રહી છે.


Google NewsGoogle News