જામનગરમાં ફાયર NOC મેળવ્યા વગર ચાલતા સ્નુકર-પુલ ગેમ પાર્લર ચલાવનાર સામે ગુનો નોંધાયો

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ફાયર NOC મેળવ્યા વગર ચાલતા સ્નુકર-પુલ ગેમ પાર્લર ચલાવનાર સામે ગુનો નોંધાયો 1 - image


Jamnagar Fire Safety Drive : જામનગરમાં ધણ શેરી વિસ્તારમાં કે.પી.શાહ હાઉસમાં ફાયર એન.ઓ.સી. મેળવ્યા વિના ગેમ પાર્લર ચલાવનાર સંચાલક સામે પોલીસે ગુનો નોધ્યો છે.

 જામનગર શહેરમાં રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ જુદા જુદા વિસ્તારમાં ચાલી રહેલા ગેમઝોન બંધ કરાવાયા છે, તેમજ ફાયર એન.ઓ. સી. વગેરેની ચકાસણી થઈ રહી છે, ત્યારે સીટી બી. ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ધણ શેરી વિસ્તારમાં આવેલા કે.પી.શાહ હાઉસમાં પ્રથમ માળે તપાસ કરવામાં આવતાં ત્યાં ચાલી રહેલા ડીઝાયર પુલ એન્ડ સ્નુકર નામના ગેમ પાર્લરમાં કોઈપણ પ્રકારનું ફાયર એન.ઓ.સી. મેળવ્યા વિના ગેમ પાર્લર ચલાવાઇ રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

 તેથી તેના સંચાલક જયદીપ હરેશભાઈ કુબેર સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ 336 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News