જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે બેકાબૂ બનેલી કાર ડિવાઈડર પર ચડી ગઈ
Accident in Jamnagar: જામનગર નજીક લાલપુર બાયપાસ થી દડીયા તરફ જવાના માર્ગે એક કારના ચાલકે પોતાની મારુતિ આર્ટિગા કારના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી.
ગઈકાલે મોડી સાંજે આ અકસ્માત સર્જાયો હતો. સદભાગ્ય કાર ડિવાઈડર પર ચડ્યા પછી થોડે આગળ જઈને અટકી ગઈ હતી. માત્ર કારમાં અને ડિવાઇડરમાં નુકસાની થઈ હતી, પરંતુ કાર ચાલકનો બચાવ થયો હતો. જયારે અન્ય કોઈ વાહન સાથે કાર અથડાઈ ન હોવાથી સંપૂર્ણપણે જાનહાની ટળી હતી.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી બી.ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે, અને કાર ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.