જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં મહાનગરપાલિકાના પાર્કિંગમાં પાર્ક કરાયેલી એક કારમાં તોડફોડ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં મહાનગરપાલિકાના પાર્કિંગમાં પાર્ક કરાયેલી એક કારમાં તોડફોડ 1 - image


Image Source: Freepik

કોઈ તસ્કર કારનો કાચ તોડી અંદર રાખેલી રૂપિયા ૧૮,૦૦૦ ની રોકડ-કપડા સહિતની સામગ્રી સાથેની સુટકેશ ની ઉઠાંતરીની ફરિયાદ

જામનગર, તા. 12 માર્ચ 2024 મંગળવાર

જામનગર ના ખોડીયાર કોલોની વિસ્તારમાં મહાનગર પાલિકાના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલી એક કારને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી, અને કારનો કાચ તોડી નાખી અંદરથી રૂપિયા ૧૮,૦૦૦ ની રોકડ તથા કપડા સાથેની સુટકેસની ઉઠાંતરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં  લક્ષ્મીનગર શેરી નંબર -૪ માં રહેતા પ્રવીણભાઈ ભોજાભાઇ નંદાણીયા નામના વેપારીએ પોતાના માસાની માલિકીની જી.જે.-૬ એચ.એસ.- ૫૨૧૩ નંબરની આઈ-૨૦ મોટર કાર ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા જામનગર મહાનગરપાલિકાના પાર્કિંગના એરિયામાં પાર્ક કરવામાં આવી હતી. જે કારને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી.

કારના પાછળના દરવાજાનો કાચ તોડી નાખી, તેમાં પડેલી એક બેગની ઉઠાંતરી કરી લીધી હતી. જેમાં રૂપિયા ૧૮,૦૦૦ ની રોકડ રકમ, કપડાં, તથા સારવારની ફાઈલ સહિતના કાગળો હતા, જેની તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી આ મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જ્યાં પ્રવીણભાઈ નંદાણીયાએ કોઈ અજાણ્યા તસ્કર વિરુદ્ધ સૂટકેસની ચોરી કરવા માટે પ્રથમ કારમાં તોડફોડ કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને  પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસીને આરોપી ને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે


Google NewsGoogle News