જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગથી દોડધામ : ફાયરે આગને બુજાવી

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગથી દોડધામ : ફાયરે આગને બુજાવી 1 - image

જામનગર,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નીલકમલ સોસાયટી વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં અકસ્માતે આગ લાગી ગઈ હતી, ફાયર શાખાની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લઈ લીધી હતી.

આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નિલકમલ સોસાયટી વિસ્તારમાં આજે સવારે 11 વાગ્યાના અરસામાં જી.જે.06 ડી.બી. 9294 નંબરની કારમાં આગળના ભાગે અકસ્માતે આગ લાગી ગઈ હતી. આગળનું વાયરીંગ સળગ્યા પછી કારનો આગળનો ભાગ સળગવા લાગ્યો હતો.

 જે અંગેની જાણકારી. મળતાં ફાયર શાખાની ટુકડી સ્થળ પર દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લેતાં આગ થી કારમાં વધુ નુકસાની થતી અટકી હતી. વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Google NewsGoogle News