Get The App

જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક મોડી રાતે એક કાર ડિવાઈડર કુદાવીને ઉંધા માથે થઈ : ચાલકને ઇજા

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક મોડી રાતે એક કાર ડિવાઈડર કુદાવીને ઉંધા માથે થઈ : ચાલકને ઇજા 1 - image


Jamnagar Accident : જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક ગઈકાલે રાત્રે એક કાર બેકાબૂ બની હતી, અને ડિવાઈડર કુદાને ઊંધા માથે થઈ જતાં ટ્રાફિક અવરોધાયો હતો, જ્યારે કારચાલક ઇજાગ્રસ્ત બન્યો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર શહેરમાં ગઈકાલે સમર્પણ સર્કલ નજીક સ્વામી નારાયણ મંદિર પાસે એક અકસ્માત સર્જાયો હતો. ખંભાળિયાથી જામનગર તરફ આવી રહેલી જી.જે 16 -એ.એમ. 3387 નંબરની ઈનોવા કારના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પરના ડિવાઈડરને કૂદીને રોંગ સાઈડમાં ઉંધી પડી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, અને ઘાયલ કાર ચાલકને તાત્કાલિક બહાર કાઢીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક મોડી રાતે એક કાર ડિવાઈડર કુદાવીને ઉંધા માથે થઈ : ચાલકને ઇજા 2 - image

આ ઘટનાની જાણ થતાં સિટી સી. ડિવિઝન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, કાર ચાલકે કદાચ વધુ ઝડપે વાહન ચલાવ્યું હશે, અથવા તો તેને નિદ્રા આવી ગઈ હશે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે ટ્રાફિકને વહેલી તકે પુનઃસ્થાપિત કરીને ટ્રાફિક જામની સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.


Google NewsGoogle News