જામનગર નજીક કારે રિક્ષાને હડફેટે લીધી, રિક્ષામાં સવાર વ્યકિત ઘાયલ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક કારે રિક્ષાને હડફેટે લીધી, રિક્ષામાં સવાર વ્યકિત ઘાયલ 1 - image


Jamnagar Accident : જામનગર તાલુકાના વાણિયા ગામના પાટિયા પાસે કાર હડફેટે રિક્ષામાં સવાર એક વ્યકિતને પગના ભાગે ઈજા પહોંચતા સારવારમાં હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. આ બનાવ અંગે કાર ચાલક વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 જામનગર તાલુકાના વાગડિયા ગામે રહેતા નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ કાટિયા (ઉ.વ. 46) રિક્ષામાં બેસી વાણિયા ગામના પાટિયા પાસે જતા હોય, દરમ્યાન સામેથી આવી રહેલ જીજે 09 બીએફ 7103 નંબરની કારના ચાલકે રિક્ષા સાથે અકસ્માત સર્જતા નરેન્દ્રભાઈને બન્ને પગ અને સાથળના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચાડી નાસી જતાં કારચાલક સામે તેઓએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News