જામનગરમાં સમર્પણ સર્કલ પાસે પગપાળા ચાલીને જઈ રહેલા વૃદ્ધને કાર ચાલકે ઠોકરે ચડાવ્યા

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સમર્પણ સર્કલ પાસે પગપાળા ચાલીને જઈ રહેલા વૃદ્ધને કાર ચાલકે ઠોકરે ચડાવ્યા 1 - image


Accident in Jamnagar : જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક કુબેર પાર્કમાં રહેતા ખીમાભાઈ ભીમાભાઇ ગોજીયા સમર્પણ હોસ્પિટલ પાસે વોકિંગમાં નીકળ્યા હતા, જે દરમિયાન એમ.એચ.43 એ.જે.2652 નંબરની કારના ચાલકે તેઓને ઠોકરે ચડાવતાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 આ બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાણેજ જયેશભાઈ કરમુરે કારચાલક વાસુદેવભાઈ રામજીભાઈ ટોયટા સામે ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News