જામનગરમાં દારૂ પીને કાર ચલાવતો વેપારી પકડાયો : પોલીસે કીયા કાર કબ્જે કરી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
જામનગરમાં દારૂ પીને કાર ચલાવતો વેપારી પકડાયો : પોલીસે કીયા કાર કબ્જે કરી 1 - image

image : Freepik

જામનગર,તા.28 ડિસેમ્બર 2023,ગુરૂવાર

જામનગરમાં વધુ એક વેપારી દારૂ પીને કાર ચલાવતા પકડાઇ જતા ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે, ગઇકાલે સીટી-એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સાધના કોલોની વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે લાલપુર બાયપાસ તરફથી આવતી કિયા કાર રજીસ્ટ્રેશન નં.જીજે-03 એનબી-5753નો ચાલક રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે સર્પાકાર કાર ચલાવી રહ્યો હોવાનું જણાતા પોલીસે તેને રોકી તપાસ કરતા કૈફીપીણું પીધેલ હોવાનું જણાતાં તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ વિમલ પ્રવિણભાઇ નંદા (ઉ.વ.44- ધંધો ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, રહે.દિ.પ્લોટ-7, મશરૂના દવાખાના પાસે,જામનગર) થથરાતી જીભે જણાવ્યું હતું જેથી પોલીસે રૂા.દસ લાખની કીયા કાર કબજે કરી તેની વિરૂઘ્ધ એમ.વી.એકટ 185 અને પ્રોહિબીશન કલબ 66(1)બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાંથી દિવાળી દરમિયાન શેરબ્રોકર પણ દારૂ પીને મર્સિડીઝ કાર ચલાવતા પકડાયા હતા.


Google NewsGoogle News