જામનગરના વેપારીને દરેડ નજીક ટ્રક ચાલકે ઠોકરે ચડાવી હાથ પગ ભાંગી નાખ્યા

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
જામનગરના વેપારીને દરેડ નજીક ટ્રક ચાલકે ઠોકરે ચડાવી હાથ પગ ભાંગી નાખ્યા 1 - image

image : Freepik

જામનગર,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર

જામનગરના એક વેપારી દરેડ વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થતા હતા, જે દરમિયાન એક ટ્રક ચાલકે બાઇક ને ઠોકરે ચડાવી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જયારે વેપારી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કૈલાશ નગર -2 માં રહેતા સંજયભાઈ જમનભાઈ પાંભાર નામના 48 વર્ષના વેપારી, કે જેઓ ગત 4.12.2023 ના દિવસે જીઆઇડીસી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન જી.જે. 10 ડબલ્યુ 6017 નંબરના ટ્રક ચાલકે બાઈકમાં હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં વેપારી યુવાન સંજયભાઈના હાથ પગ ભાંગી ગયા હતા, અને ફેક્ચર સહિતની ઇજાઓ થઈ હોવાના કારણે તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News