જામનગરમાં મહાવીર પાર્ક વિસ્તારમાંથી IPLની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમનાર સટ્ટાખોર પકડાયો
image : Freepik
IPL Betting Crime: જામનગરમાં મહાવીર પાર્ક વિસ્તારમાંથી પોલીસે આઈપીએલની ક્રિકેટ મેચ સટ્ટો રમનારા એક શખ્સને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ ફોન કબ્જે કર્યો છે.
જામનગરમાં મહાવીર પાર્ક શેરી નંબર 4 માં રહેતો કૃષ્ણદીપ સિંહ રાજપાલસિંહ જાડેજા નામનો શખ્સ ગઈકાલે મહાપીર પાર્ક વિસ્તારમાં જાહેરમાં પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરેલી ક્રિકેટની આઈડી મારફતે આઇપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે, તેવી બાતમી સીટી સી. ડિવિઝન પોલીસને મળી હતી.
જેથી ગઈ રાત્રે પોલીસે દરોડો પાડી જાહેરમાં આઇપીએલની પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ નિહાળી ક્રિકેટના સોદાઓ પાડી રહેલા ક્રુષ્ણદીપસિંહ જાડેજાની અટકાયત કરી લઇ તેની પાસેથી રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે.