જામનગરના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો

Updated: May 10th, 2024


Google NewsGoogle News
જામનગરના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો 1 - image


Bogus Doctor in Jamnagar : જામનગર તાલુકાના સચાણા ગામમાં એક બોગસ તબીબ પોતાની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બોગસ તબીબની અટકાયત કરી લીધી છે, અને તેના દવાખાનામાંથી જરૂરી દવાઓ વગેરેનો જથ્થો કબજે કરી લીધો છે.

 જામનગર તાલુકાના સચાણા ગામમાં મચ્છી પીઠમાં એક ભાડાના મકાનમાં ખાનગી દવાખાનુ ચાલી રહયું છે, અને તે દવાખાનામાં એક બોગસ તબીબ મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી પોલીસને મળતાં પંચકોશી બી.ડિવિઝનના પોલીસ સ્ટાફે ઉપરોક્ત દવાખાના પર દરોડો પાડયો હતો. જ્યાં હાજર રહેલા તબીબને તેની ડિગ્રી વગરેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઇસ્માઈલ આલમ શેખ અને પોતે મૂળ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું જણાવ્યું હતું.

 જેણે પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવાનું જણાવતાં પોલીસે તેની ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરવા સબબ અટકાયત કરી લઈ તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે, જ્યારે તેના દવાખાનામાંથી જરૂરી દવાઓનો જથ્થો તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો સહિતનો સામાન કબજે કરી લીધો છે.



Google NewsGoogle News