Get The App

જામનગરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાંથી બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો

Updated: May 31st, 2024


Google NewsGoogle News
જામનગરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાંથી બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો 1 - image


Bogus Doctor in Jamnagar : જામનગરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાં એક બોગસ તબીબ દ્વારા ઓરડીમાં ગેરકાયદે દવાખાનું ચલાવાતું હોવાની બાતમીના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી ડિગ્રી વગરના એક બોગસ તબીબને ઝડપી લીધો છે, અને તેની પાસેથી જરૂરી દવા સહિતની સામગ્રી કબજે કરી લીધી છે.

 જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે મોરકંડા રોડ પર સનસીટી-1 ની સામે આવેલી એક ઓરડીમાં ગેરકાયદે દવાખાનું ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાં તપાસ કરતા હીદાયતુલ્લાખાન અહમદખાન લોહાની પઠાણ નામનો શખ્સ પોતે કોઈપણ પ્રકારની ડીગ્રી ધરાવતો ન હતો, તેમ છતાં દર્દીઓને તપાસી તેઓના આરોગ્યની સાથે ચેડા કરી રહેલો મળી આવ્યો હતો.

 જેથી પોલીસ દ્વારા બોગસ તબીબની અટકાયત કરી લઈ તેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ 1963 ની કલમ 30 તથા આઈ.પી.સી. કલમ 336 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેના દવાખાનામાંથી રૂપિયા 9,500 ની કિંમતનો એલોપેથી દવા સહિતની સામગ્રીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News