જામનગરમાં કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર પાસેથી એક બાઈકની ઉઠાંતરી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર પાસેથી એક બાઈકની ઉઠાંતરી 1 - image

image : Freepik

જામનગર,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર

જામનગર શહેરમાં વાહન ચોરીનો સીલસિલો અવિરત ચાલુ રહ્યો છે, અને વધુ એક મોટરસાયકલ ચોરી થઈ ગયું હોવાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે.

 જામનગરમાં નાગરપરા વિસ્તારમાં રહેતા ભુવનભાઈ રાજેશભાઈ અંજારિયા નામના યુવાને કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News