જામનગર નજીક ચેલા ગામ પાસે એક બાઈક રોડથી નીચે ઉતરીને નાલામાં પડી જતાં તેના ચાલકનું મૃત્યુ
જામનગર નજીક ચેલા પાસે એક બાઈક રોડ થી નીચે ઉતરીને નાલા માં પડી જતાં તેના ચાલક પર પ્રાંતિય યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ઘાયલ થયો છે.
આ અકસ્માતના બનાવવાની વિગત એવીછે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં એક ભાડાના મકાનમાં રહેતા દીપકકુમાર રામજી પ્રસાદ નીશાદ નામના પરપ્રાંતિય યુવાન ગત ૨૮મી તારીખે જી.જે. ૧૦ ઇ.બી. ૪૮૦૩ નંબરના બાઈકમાં પોતાની સાથે રણજીત નામના અન્ય એક યુવાનને બેસાડીને ચેલા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન અકસ્માતે બાઈક સ્લીપ થઈને રોડથી નીચે ઉતરી નાલામાં પડી ગયું હતું.
જે અકસ્માતમાં દિપક કુમાર નીશાદને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પાછળ બેઠેલા રણજીત નામના યુવાનને નાની મોટી ઈજા થઈ છે. સમગ્ર મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.