જામજોધપુરના ટાંકાજણ ગામમાં બે વેવાઈઓ વચ્ચે તકરાર : 65 વર્ષના બુઝુર્ગ અને તેમના બહેન પર વેવાઇ પક્ષના ચાર શખ્સોએ હુમલો કર્યો

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
જામજોધપુરના ટાંકાજણ ગામમાં બે વેવાઈઓ વચ્ચે તકરાર  : 65 વર્ષના બુઝુર્ગ અને તેમના બહેન પર વેવાઇ પક્ષના ચાર શખ્સોએ હુમલો કર્યો 1 - image

જામનગર,તા.20 માર્ચ 2024,બુધવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ટાંકાજણ ગામમાં બે વેવાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, અને 65 વર્ષના એક બુઝુર્ગ તેમના બહેન પર વેવાઈ પક્ષના ચાર સભ્યોએ હુમલો કરી દીધાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના વતની અને માલધારીનો વ્યવસાય કરતા જસરણભાઈ ભારમલભાઈ માવલીયા નામના 65 વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાના ઉપર તેમજ પોતાના બહેન પર લાકડીઓ વડે આડેધડ હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે જામજોધપુર તાલુકાના ટાંકાજળ નેશના વતની સિધ્ધરાજ ગગમલ સુમાત, વાઘરાજ ગગમલ, નાગાજણ ગગમલ તેમજ લાખાભાઈ ગગમલ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી બંને સામસામે વેવાઈ પક્ષના થાય છે, અને પરણી પુત્રીને તેડી જવાના મામલે બંને વચ્ચે ડખો થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર મામલે જામજોધપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News