જામનગરમાં 30 વર્ષના યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ
Heart Attack Death in Jamnagar : જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતા 30 વર્ષના એક યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડ્યા પછી તેનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ થયું છે. જેને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર શેરી નંબર 9 માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા તુલસીભાઈ રમેશભાઈ ચૌહાણ નામના 30 વર્ષના યુવાનને છેલ્લા ચાર પાંચ દિવસથી છાતીમાં દુ:ખાવો રહેતો હતો, અને તેને હોસ્પિટલમાં સારવાર પણ અપાઇ હતી, ત્યારબાદ તેને ઘરે લઈ જવાયો હતો. પરંતુ ગઈકાલે ફરીથી તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે હૃદય બંધ પડી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકની પત્ની પ્રિયાબેન તુલસીભાઈ ચૌહાણએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસ હોસ્પિટલએ પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.